September 19, 2024

DPL 2024 Final: ઈસ્ટ દિલ્હી રાઈડર્સે દિલ્હી પ્રીમિયર લીગ જીતી

Delhi Premier League Final: ઇસ્ટ દિલ્હી રાઇડર્સે દિલ્હી પ્રીમિયર લીગ T20ની પ્રથમ સિઝનનું ટાઇટલ જીત્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મયંક રાવતે જોરદાર બેટિંગ કરી હતી.

શાનદાર ઇનિંગ રમી
આ મેચમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સે ટોસ જીત્યો હતો. આ નિર્ણય આગળ જઈને ખરો સાબિત થયો હતો. જોકે ટીમની શરૂઆત સારી રહી ના હતી. પરંતુ મયંક રાવતે આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે 39 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 78 રન બનાવ્યા હતા. ઈસ્ટ દિલ્હી રાઈડર્સે 20 ઓવરમાં 183/5નો સ્કોર બનાવ્યો હતો. છેલ્લી ઓવરમાં આયુષ બદોનીના બોલ પર મયંકે સતત પાંચ સિક્સર ફટકારી હતી, જેના કારણે સ્કોર 183 સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો વિરાટ-સૂર્યાને પણ છોડી દીધા, ફટકારી તોફાની સદી!

મેચ છેલ્લી ઓવર સુધી ચાલી
183 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સના ખેલાડીઓની શરૂઆત ખરાબ રહી હતી. ઇમ્પેક્ટ પ્લેયર કુંવર બિધુરી (22 રન) મયંક રાવતના હાથે કેચ એન્ડ બોલ્ડ થયો અને પાવરપ્લે પછી તેમનો સ્કોર 57/3 સુધી લઈ ગયો હતો. ઇસ્ટ દિલ્હી રાઇડર્સે તેમની જોરદાર બેટિંગના કારણે અને મયંક રાવતના પ્રદર્શનને કારણે દિલ્હી પ્રીમિયર લીગ T20ની પ્રથમ સિઝનનું ટાઇટલ જીતી લીધું હતું.