October 12, 2024

Video Viral: ધોનીના ગઢમાં લાગ્યા કોહલી-કોહલી’ના નારા

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સિરીઝની પહેલી મેચ શરૂ થઈ ગઈ છે. ભારતની પ્રથમ મેચ આજથી શરૂ થઈ ગઈ છે. આ મેચનું આયોજન ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. જેમાં બાંગ્લાદેશના કપ્તાને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા જ દાવમાં ધોનીના નારા લાગ્યા હતા. જ્યારે વિરાટ મેદાનમાં આવ્યો ત્યારે કોહલી કોહલીના નારા લોકો લગાવવા લાગ્યા હતો. તમને જણાવી દઈએ કે ઘણા સમય પછી વિરાટ ટેસ્ટ મેચના મેદાન પર પરત ફર્યો છે.

‘કોહલી-કોહલી’ના નારા
ભારતની પ્રથમ ઇનિંગમાં સારી શરૂઆત જોવા મળી ના હતી. શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી ગયો હતો. ટીમના કપ્તાન રોહિત શર્માની વિકેટ પડતાની સાથે ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. આ પછી જ્યારે વિરાટ મેદાનમાં આવ્યો ત્યારે મેદાનમાં કોહલી કોહલીના નારા લાગવા લાગ્યા હતા. આ સમયનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે વિરાટ 10મી ઓવરના બીજા બોલ પર વિરાટ કોહલી 6 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. ખાસ વાત તો એ હતી કે, જ્યારે વિરાટ પેવેલિયનમાં પરત ફર્યો હતો તે સમયે પણ કોહલીના નામ ગુંજી ઉઠ્યું હતું.

ઇનિંગની જવાબદારી સંભાળી
મેચની પ્રથમ ઇનિંગમાં 23 ઓવર રમાઇ હતી. જ્યારે ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી નહીં. શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પંતે અને યશસ્વી જયસ્વાલે 50 રનની ભાગીદારી પૂરી કરી હતી. પંતે 44 બોલમાં 33 રન બનાવ્યા તો યશસ્વી જયસ્વાલ 62 બોલ રમીને 37 રન બનાવ્યા હતા.