October 5, 2024

બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર હસન મહમૂદ કોણ છે જેણે રોહિત, કોહલી અને ગિલને કર્યા ‘આઉટ’

Who Is Hasan Mahmud: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધી હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. હસન મહમુદે રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલ અને રિષભ પંતને આઉટ કર્યા હતા. હસન મહમુદે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ખુબ હેરાન પરેશાન કરી દીધા હતા. આવો જાણીએ કે આ હસન મહેમૂદ કોણ છે.

કોણ છે હસન મહમૂદ?
હસન મહમૂદ એક એવો બોલર છે જે ત્રણેય ફોર્મેટ રમતો જોવા મળે છે. વર્ષ 2020માં તેણે બાંગ્લાદેશ માટે T20 થકી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હસનને તેની ODI ડેબ્યૂ કરવાની તક મળી મળી હતી. ત્યાર પછી તેનું તેનું નસીબ ખુલ્યું અને તેને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. હાલ તે ભારતની સામે તેની કારકિર્દીની માત્ર ચોથી ટેસ્ટ રમી રહ્યો છે. તેણે આ સિરીઝમાં પણ અજાયબીઓ કરી બતાવી છે.

આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

હસન મહમૂદ આંતરરાષ્ટ્રીય કારકિર્દી
હસન મહમૂદ અત્યાર સુધીમાં 3 ટેસ્ટ, 22 વનડે, 18 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટની 6 ઇનિંગ્સમાં 25.00ની એવરેજથી 14 વિકેટ લીધી હતી. બાકીની T20 ઈન્ટરનેશનલમાં તેણે 25.77ની એવરેજથી 18 વિકેટ લીધી છે. તેણે ટેસ્ટની 21 ઇનિંગ્સમાં 32.10ની એવરેજથી 30 વિકેટ લીધી છે. હસન તેની ચોકસાઈ માટે ખૂબ પ્રખ્યાત છે.