બાળ સંસદ ચૂંટણી થકી કોડીનારની શાળામાં બાળકોને અપાયું લોકશાહીનું જ્ઞાન
અરવિંદ સોઢા, ગીર સોમનાથ: શાળા બાળકોના મૂલ્ય શિક્ષણ માટે મહત્વનું પગથિયું માનવામાં આવે છે. ત્યારે, શાળામાંથી બાળકોને લોકશાહી અને લોકશાહીના મૂલ્યોનું મૂળભૂત શિક્ષણ મળી રહે તેવા હેતુથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની કન્યા પગાર કેન્દ્ર શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી. ચૂંટણી અધિકારી સહિત સાંસદ ઉમેદવારોની અલગ અલગ વિધાર્થીઓએ ભજવણી કરી.
કોડીનારની કન્યા પગાર કેન્દ્ર શાળા ખાતે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. આ તકે 6 વિધાર્થીઓએ ઉમેદવારી નોંધાવી. ઉપરાંત ધો. 5 થી 8ના 300 થી વધુ બાળકો અને શિક્ષકો ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા અને મતદાન કર્યું. આ સિવાય ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતદાન કરવામાં આવ્યું. શાળામાં આ કાર્યક્રમનું આયોજન બાળકોમાં લોકશાહી અંગે જાગૃતતા આવે તે માટે કરવામાં આવ્યું. આ તકે કુલ 318 મતદારો માંથી 257 મતદારોએ મતદાન કર્યું.
વિધાર્થીઓને લોકશાહી પર્વની જાગૃતિ સાથે દેશના બંધારણ વિસે જ્ઞાન મળે દેશમાં લોકશાહીનો પર્વ શું મહત્વ ધરાવે છે તેના વિષે પણ વિધાર્થીઓને જ્ઞાન મળે. દેશના બંધારણથી ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે. દેશમાં લોકશાહીના પર્વનું મહત્વ શું તેના વિષે વિદ્યાર્થીઓને જ્ઞાન મળે ચૂંટણી પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી છે.