October 12, 2024

આમળાનો રસ છે અમૃત સમાન, આ રીતે કરો તેનો ઉપયોગ

Amla Juice: આમળાનો રસ શરીર માટે અમૃત સમાન ગણવામાં આવે છે. આમળાનો રસ વધારે લોહીને શુદ્ધ કરવામાં ફાયદાકારક છે. આ સાથે આમળાનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કારગર સાબિત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આમળાના રસનો ઉપયોગ કેવી રીતે કરવો? આવો જાણીએ.

રોજ આમળાનું જ્યુસ પીવાના ફાયદાઓ
રોજ 1 કપ આમળાનો રસ પીવાથી શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે. આમળાનો રસ તમારી ત્વચા અને આંખ માટે વરદાન સાબિત થઈ શકે છે. તમે ઘરે પણ તાજા આમળાનો રસ કાઢી શકો છો. આ રસમાં તમને વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી રહે છે. આમળાના રસમાં ઘણા મિનરલ્સ એવા પણ હોય છે જે શરીરને સ્વસ્થ બનાવવામાં ફાયદાકારક છે.

આ પણ વાંચો: આ ફળ અને શાકભાજીની છાલ તમારા ચહેરા પર લાવશે ગ્લો

શું આમળાનો રસ કોલેસ્ટ્રોલ ઘટાડે છે?
ઘણા રિપોર્ટમાં જાણવા મળ્યું કે આમળાનો રસ અથવા આમળાના કોઈપણ અન્ય સ્વરૂપનું સેવન ઉચ્ચ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે. આમળા એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઈડના સ્તરને પણ ઘટાડે છે. તે લિપોપ્રોટીન એટલે કે એચડીએલ વધારવામાં પણ મદદ કરે છે. આમળાનો રસ તમે ગમે ત્યારે પી શકો છો. જોકે ખાલી પેટે આમળાનો રસ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ તમારે જમવાના 2 કલાક પહેલા અને જમીને 2 કલાક પછી જ આમળાનો રસ પીવો જોઈએ.

આમળાનો રસ કેવી રીતે બનાવવો?
2 કાચા આમળા લો અને તેના બીજા કાઢી લો. હવે તેમાં તમારે 1 કપ પાણી ઉમેરવાનું રહેશે. હવે આમળાને મિક્સરમાં પીસી લો. આ પછી તમારે આ પાણીને ગાળી લેવાનું રહેશે. હવે આ બનાવેલા પાણીમાં તમારે 1 ચપટી કાળું મીઠું નાંખવાનું રહેશે. તેનું જ્યુસ ના બનાવવું હોય તો તેને આમળા પણ ખાઈ શકો છો. તે પણ તમારા માટે ફાયદાકારક છે.