October 12, 2024

ડાયમંડ ઉદ્યોગમાં ગંભીર સ્થિતિની પાછળ સમજવા જેવી હકીકત

Diamond: ભારતમાં હીરા ક્ષેત્ર ઠપ થઈ ગયું છે. છેલ્લા 3 વર્ષની વાત કરવામાં આવે તો આયાતની સાથે નિકાસમાં ધટાડો જોવા મળ્યો છે. જેના કારણે ઘણી કંપનીઓ બંધ થઈ છે તો કેટલાક લોકોની રોજગારી જતી રહી છે. લેબમાં બનાવવામાં આવતા હીરાની સ્પર્ધા વધવા લાગી છે. જેના કારણે ઘણી નોકરીઓ છીનવાઈ ગઈ છે. સુરતમાં રહેતા મોટા ભાગના લોકો હીરાના કારખાનામાં કામ કરે છે. હીરા ક્ષેત્ર ઠપ થતા આ કારીગરોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.

તાત્કાલિક પગલાં લેવા જરૂરી
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ)ના સ્થાપક અજય શ્રીવાસ્તવે એક મીડિયા સાથેની વાતમાં કહ્યું કે દુઃખની વાત એ છે કે ગુજરાતના હીરા ક્ષેત્રમાં 60 થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે, જે દર્શાવે છે કે ભારતમાં હીરા ક્ષેત્ર કેટલું ઠપ થઈ ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે આ સમસ્યાઓને દૂર કરવા અને પ્રદેશના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.

આ પણ વાંચો: અંબુજા સિમેન્ટે 7 કરોડના ‘મજબૂત’ શેર વેચવા કાઢ્યાં, ડિલ પ્રાઈસ જાહેર કરી

રફ ડાયમંડની આયાતમાં થયો ઘટાડો
એક રિપોર્ટમાં આપેલા ડેટા પ્રમાણે રફ ડાયમંડની આયાત 2021-22માં USD 18.5 બિલિયનથી ઘટીને 2023-24માં USD 14 બિલિયન થઈ છે. ચોખ્ખી આયાત US$17.5 બિલિયનથી 25.3 ટકા ઘટીને US$13.1 અબજ થઈ છે, જે ભારતમાં પ્રોસેસિંગ માટેની ઓછી માંગને દર્શાવે છે. પોલિશ્ડ હીરાની નિકાસ FY2022માં USD 24.4 બિલિયનની ઊંચી સપાટીથી 34.6 ટકા ઘટીને FY2024માં USD 13.1 બિલિયન થઈ ગઈ છે. ચોખ્ખી નિકાસ 15.9 અબજ ડોલરથી 45.3 ટકા ઘટીને 8.7 અબજ ડોલર થઈ ગઈ છે.