November 2, 2024

આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!

IPL 2025 MS Dhoni: MS ધોનીના ચાહકો દેશની સાથે વિદેશમાં પણ જોવા મળી રહ્યા છે. તમામ ક્રિકેટ ચાહકોની આશા ચોક્કસ એ છે કે MS ધોની IPL 2025માં રમતો જોવા મળે. IPL 2024માં ધોનીએ ટીમની કમાન સંભાળી ના હતી. તેની જગ્યાએ રુતુરાજ ગાયકવાડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. IPL જેવી પુરી થઈ ત્યાં જ ધોનીની નિવૃત્તિને લઈને ચર્ચા થઈ રહી હતી. આ ચર્ચા એટલી લાંબી ચાલી કે હજૂ સુધી આ અંગે ચર્ચા થઈ રહી છે. આજે અમે તમને 5 એવા કારણો જણાવવાના છીએ કે જેના કારણે માહીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ.

વધતી ઉંમર
એમએસ ધોનીની ઉંમર 43 વર્ષની છે. માહીની વધતી ઉંમર તેની નિવૃત્તિને લઈને ચર્ચા થઈ રહી છે. ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. એ પછી તેના નિવૃત્તિની ચર્ચા વધારે થવા લાગી હતી.

આ પણ વાંચો: DPL 2024 Final: ઈસ્ટ દિલ્હી રાઈડર્સે દિલ્હી પ્રીમિયર લીગ જીતી

ચેન્નાઈની નવી ટીમ
ચેન્નાઈને હવે ભવિષ્યની ટીમ બનાવવાની જરૂર છે, જેના માટે એમએસ ધોનીની નિવૃત્તિ જરૂરી છે. ધોનીની નિવૃત્તિ જાહેર કરશે તો ચેન્નાઈમાં યુવા ખેલાડીઓ માટે માર્ગ ચોક્કસ ખોલશે.

ધોનીના બેટમાં શાંતિ
છેલ્લા બે સિઝનથી ધોનીના બેટમાં કંઈ ખાસ જોવા મળ્યું નથી. આ સાથે તે ઓછો બેટિંગ કરતો જોવા મળ્યો હતો. IPL 2024માં માહીએ 14 મેચમાં 161 રન અને 2023 IPLમાં માહીએ માત્ર 104 રન બનાવ્યા હતા. જેના કારણે એવું લાગી રહ્યું છે કે તેણે નિવૃત્તિની જાહેરાત કરી દેવી જોઈએ.

ધોની ઈજા સાથે સંઘર્ષ
એમએસ ધોની છેલ્લી બે સિઝનથી ઈજાથી પીડાઈ રહ્યો છે. વર્ષ 2023 IPLદરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ સિવાય 2024ની IPLમાં ઈજાથી ધોની પરેશાન જોવા મળી રહ્યો છે.