અમદાવાદમાં નવરાત્રી પહેલા મહિલા સુરક્ષાને લઈને શહેર પોલીસે બનાવ્યો એક્શન પ્લાન
મિહિર સોની, અમદાવાદ: ભાદરવી પૂનમ પૂર્ણ થતાંની સાથે જ સમગ્ર ગુજરાતમાં હવે નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે, છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ સાથે થતી છેડતીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને દરવખતની જેમ આ વખતે પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નવરાત્રી પહેલા મહિલા સુરક્ષા પર પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.
આ વખતે નવરાત્રીમાં છેડતી કરનારા રોમિયોની ખેર નહીં. ગરબા સ્થળે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે. મહિલા પોલીસ દ્વારા શહેરના યોજાતા શેરીં ગરબાની વિગત એકઠી કરવાનું શરૂ કર્યું છે. તમામ પોલીસ સ્ટેશનમાં સી ટિમ તૈનાત કરાવવામાં આવશે. પાર્ટી પ્લોટ શેરી ગરબામાં સીસીટીવી ફરજીયાત રખાશે. સીસીટીવી દ્વારા નવરાત્રીમાં પોલીસ ચાંપતી નજર રાખશે. રોડ તરફ કેમેરા ન હોય ત્યાં કેમેરા લાગવા સૂચના આપવામાં આવી છે. ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકોને પોલીસ પાઠ ભણાવશે.