October 12, 2024

ઈરાનનું મોટું કાવતરું પકડાયું, ટ્રમ્પને નુકસાન પહોંચાડવાનો હતો ઈરાદો

Donald Trump: અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. જેમાં ઈરાન એક મોટું ષડયંત્ર રચવા જઈ રહ્યું હતું. પરંતુ આ પહેલા તેના આ ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જો બિડેનના અભિયાનને તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઈનમાંથી ચોરાયેલી માહિતી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે વર્ષ 2024ની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસમાં રાષ્ટ્રપતિ સાથે જોડાયેલા લોકોને ઈમેલ પણ મોકલવામાં આવ્યા છે. આ વિશેની માહિતી અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આપી છે.

કોઈ પુરાવા નથી
અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આપેલી માહિતી પ્રમાણે છેલ્લા મહિનામાં હેક કરાયેલી માહિતીને ફેલાતી અટકાવીને મેઇલ મેળવનાર કોઈપણ વ્યક્તિએ જવાબ આપ્યો હોવાના કોઈ પુરાવા નથી. ચૂંટણીના છેલ્લા મહિનામાં બિડેનના અભિયાન સાથે સંકળાયેલા લોકોને ઈમેલ મોકલવામાં આવ્યા છે. પરંતુ થાડા જ સમયની અંદર બિડેન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટી ગયા હતા. ઈમેલમાં “પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અભિયાનમાંથી ચોરાયેલી, બિન-સાર્વજનિક સામગ્રીનો અંશો છે. અગાઉ ઈરાન પર “હેક અને લીક”નો આરોપ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આ કંપનીએ તો Appleને પણ આપી ધોબીપછાડ

FBI શું કહે છે?
સાયબર સિક્યુરિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી એજન્સીએ માહિતી આપતા જણાવ્યું કે ટ્રમ્પની ઝુંબેશની માહિતીનું હેકીંગ અને બિડેન-હેરિસ ઝુંબેશમાં ઘૂસી જવાનો પ્રયાસ એ ચૂંટણીમાં મતદારોના વિશ્વાસને નબળો પાડવાનો છે. વિવાદ ટ્રમ્પની પ્રચાર ટીમે પણ આ વાતનો ખુલાસો કર્યો હતો તેમના અભિયાનની માહિતી હેક કરવામાં આવી હતી.