તાપીના ટિચકપુરા ગામે નેશનલ હાઇવે નં. 56 માટે જમીન સંપાદનને લઈને વિરોધ

દિપેશ મજલપુરીયા,તાપી: તાપી જિલ્લાના વડામથક વ્યારામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56 માટે જમીન સંપાદનને લઈને ફરી વિવાદ વકર્યો છે. આજે વ્યારાના ટીચકપુરા ગામે સરકારીકર્મીઓ અને ગ્રામજનો વચ્ચે વિવાદ સર્જાયો હતો.
તાપી જિલ્લામાંથી પસાર થનાર વાપી-શામળાજી સુધીના નેશનલ હાઇવે નંબર 56ના બાયપાસ માટે જમીન સંપાદન કરવા ગયેલ હાઇવે રોડ ઓથોરિટીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે રોડમાં જમીન ગુમાવનારા લોકો સાથે ચકમક થઈ હતી. જેને લઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તુરંત સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.