નાગપુર હિંસા પર વિધાનસભામાં CM ફડણવીસનું નિવેદન, ‘અમે હુમલાખોરોને તેમની કબરોમાંથી બહાર કાઢીને સજા કરીશું’

Nagpur Violence: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા અંગે સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે શહેરમાં શાંતિ છે. જે લોકોએ હુમલો કર્યો છે તેમને અમે તેમની કબરોમાંથી પણ ખોદી કાઢીશું. કોઇ એવી ચાદર સળગાવવામાં આવી ન હતી કે જેના પર આયત લખી હતી. તેમણે કહ્યું કે જાણીજોઈને અફવા ફેલાવવામાં આવી હતી કે આયત સળગાવી દેવામાં આવી છે.
कायदा-सुव्यवस्था, महिला सुरक्षा, सायबर सुरक्षा, गतिमान न्यायप्रणाली, अंमली पदार्थ आणि पोलीस भरती संबंधित विविध प्रश्नांवर विधानसभेत एकत्रित उत्तर.
(विधानसभा, मुंबई | दि. 19 मार्च 2025)#Maharashtra #Mumbai #MahaBudgetSession2025 pic.twitter.com/MTmcLEZanU
— Devendra Fadnavis (@Dev_Fadnavis) March 19, 2025
ફડણવીસે કહ્યું- પોલીસ કમિશનરે કહ્યું કે અમે હજુ તપાસ કરી રહ્યા છીએ અને હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. તેથી મારા નિવેદન અને સીપીના નિવેદનમાં કોઈ તફાવત નથી. જેમણે હુમલો કર્યો હતો તેમને અમે તેમની કબરોમાંથી ખોદી કાઢીશું. તેમણે કહ્યું કે હાલમાં શહેર શાંત છે. નાગપુરમાં 1992 પછી ક્યારેય રમખાણો થયા નથી. કેટલાક લોકોએ આ બધું જાણી જોઈને કર્યું હતું. એક અફવા જાણીજોઈને ફેલાવવામાં આવી હતી કે આયતને બાળી નાખવામાં આવી હતી. કોઈ આયત ન લખી કે ન બાળી નાખવામાં આવી.