ડીસાના ઝેરડા કૂચાવવાડા રોડ પર ત્રિપલ અકસ્માત, આગ લાગતા અફરાતફરી

બનાસકાંઠાઃ ડીસાના ઝેરડા કૂચાવવાડા રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. પોલીસ, ફાયર ફાઈટર અને તંત્રની ટીમો કામે લાગી છે. આગ પર હજુ સુધી કાબૂ મેળવાયો નથી.

ત્રિપલ અકસ્માતમાં ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત થતા આગ લાગી હતી. એક ટ્રકમાં લાકડાં ભરેલા હતા તો બીજી ટ્રકમાં તેલના ડબ્બા ભર્યા હતા. જ્યારે ત્રીજા ટ્રકમાં ચોખા ભર્યા હતા. આગ પર કાબુ મેળવાયા બાદ કેટલા લોકોનાં મોત થયા છે તે જાણી શકાશે. બે વ્યક્તિઓને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે લોકો અંદર હોવાનું પોલીસનું અનુમાન છે.