ઇડરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, સ્માર્ટ મીટર સહિત ધાર્મિક સ્થળો હટાવવા મુદ્દે રોષ

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લાના ઈડર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ અને ધરણા પ્રદર્શન યોજાયું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી બાયપાસ રોડ સહિતની માંગણીઓ અધ્ધરતાલે છે. બીજેપીના નામો નેતા ખોટા ડોક્યુમેન્ટ થકી ખેડૂત ખાતેદાર બાબતે તેમજ આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ મીટર સહિતની ધાર્મિક સ્થળો હટાવવા બાબતો સહિત ઇડર નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતા વહીવટદાર શાસનમાં ભ્રષ્ટાચાર બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ પક્ષના 35 કરતા વધુ આગેવાનો હોદ્દેદારો કાર્યકરો ધરણાં પ્રદર્શન યોજાય તે પહેલાં જ સ્થાનીય પોલીસ દ્વારા કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યની વિધાનસભામાં 182 સીટો પૈકી 156 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વિજય બન્યા છે. ત્યારે સાબરકાંઠા કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સામે ખોટા ખેડૂત ખાતેદાર બન્યાં હોવાની લેખિત રજૂઆત છતાં ધારાસભ્ય સામે કાર્યવાહી ન થતાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો. મહત્વની બાબત એ છે કે, રમણ વોરા ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ખોટા ખેડૂત ખાતેદાર બન્યાં હોવાની લેખિત રજૂઆતોને લઈ તંત્ર અધિકારીઓ દ્વારા કાર્યવાહીમાં વિલંબ થતો હોવાના આક્ષેપ સામે ઇડર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયો હતો.

આ સાથે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા હાઇવે રોડની નજીક આવેલા હિંદુ-મુસ્લિમના ધાર્મિક સ્થળોને દૂર કરવાની નોટિસો પણ આપવામાં આવી છે. હિન્દુ મુસ્લિમ સમાજના મંદિરો અને મસ્જિદોને દૂર કરવાની નોટિસોને લઈ સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને હટાવવાના નિર્ણયને લઈ અન્ય સમાજો સહિત હવે વિરોધ પક્ષ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. આવનારા સમયમાં ધાર્મિક સ્થળોને દૂર કરવામાં ન આવે તે રજૂઆતને ધ્યાને રાખી ધરણાં પ્રદર્શન યોજાયું હતું.

ઇડર ખાતે શહેર તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા તિરંગા સર્કલ ખાતે ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ધરણાં પર બેસે તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરો આગેવાનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ પાંચ જેટલા મુદ્દાઓને ધ્યાને લઈ રાજ્ય સરકાર સ્થાનિક તંત્ર સહિત ધારાસભ્ય સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યોજાયો હતો. છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી ઈડર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. એક તરફ વહીવટદાર શાસનમાં ચાલતી નગરપાલિકામાં વારંવાર લોકોના વિરોધાભાસ વચ્ચે પાલિકા તંત્રના અધિકારીઓ કર્મચારીઓ સામે પણ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇડર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને ધ્યાન રાખી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

ઇડર તિરંગા સર્કલ ખાતે શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન કાર્યક્રમમાં સ્થાનિક પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરો આગેવાનો ધરણાં પર બેસીને વિરોધ દર્શાવે તે પહેલાં જ તમામને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ સાથે આવનારા સમયમાં કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા અલગ અલગ પાંચ મુદ્દે યોગ્ય નિરાકરણ ન આવે તો કોંગ્રેસ કાર્યકરો આગેવાનોએ ભૂખ હડતાલ પર જવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે.