સુનિતા વિલિયમ્સની વાપસી પર એલન મસ્કની પ્રતિક્રિયા આવી સામે, ડોનાલ્ડ ટ્રમ્પનો માન્યો આભાર

Sunita Williams: અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી નવ મહિના પછી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન અવકાશયાન આજે સવારે 3:27 વાગ્યે (IST) ફ્લોરિડા કિનારે સમુદ્રમાં ઉતર્યું હતું. આ વાપસી નાસાના ક્રૂ-9 મિશન દ્વારા કરવામાં આવ્યું હતું. જે સ્પેસએક્સ અને નાસાની મદદથી પૂર્ણ થયું હતું.

સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે સ્પેસએક્સ અને નાસા ટીમને આ સફળ વાપસી બદલ અભિનંદન પાઠવ્યા હતા. મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ આભાર માન્યો, જેમણે આ મિશનને પ્રાથમિકતા આપી હતી. મસ્કે ટ્વીટ કર્યું, “અન્ય અવકાશયાત્રીના સુરક્ષિત પરત ફરવા બદલ @SpaceX અને @NASA ટીમોને અભિનંદન! આ મિશનને પ્રાથમિકતા આપવા બદલ @POTUS નો આભાર!”

સુનિતા વિલિયમ્સ અને ટીમનું મિશન
નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ, બૂચ વિલ્મોર, નિક હેગ અને રોસકોસમોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ગયા વર્ષે 5 જૂને બોઇંગ સ્ટારલાઇનરમાં અવકાશમાં ગયા હતા. તે આઠ દિવસનું મિશન હતું, પરંતુ સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં તકનીકી સમસ્યાઓના કારણે તેને નવ મહિના સુધી ISSમાં રહેવું પડ્યું. આ પછી નાસાએ તેમને સ્પેસએક્સના ક્રૂ-9 મિશનમાં સામેલ કર્યા.

આ પણ વાંચો: નરોડામાં ડુપ્લીકેટ હોસ્પિટલ પકડાઇ; થ્રી સ્ટાર હોસ્પિટલ, ICU ટ્રોમસેન્ટરના માલિકની ધરપકડ

લાંબી મુસાફરી અને સુરક્ષિત પરત
સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમની 17 કલાકની લાંબી મુસાફરી બાદ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન સફળતાપૂર્વક સમુદ્રમાં ઉતર્યું. નાસાની ટીમે અવકાશયાનની હેચ ખોલી અને અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં મદદ કરી. સુનિતા વિલિયમ્સ કેપ્સ્યુલમાંથી બહાર નીકળતી વખતે સ્માઈસ આપી.