સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગીર-સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાની એક માત્ર સામાન્ય ચૂંટણી છે.આગામી 16-ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેકટર અને પોલીસ વડાએ કોડીનારની મુલાકાત લઈ ચૂંટણીની તૈયારી અંગે નિરીક્ષણ કર્યું અને શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે પ્રતિપાડીત કર્યું.
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાની એક માત્ર સામાન્ય ચૂંટણી છે. આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ કોડીનારની મુલાકાત લઈ ચૂંટણીની તૈયારી અંગે નિરીક્ષણ કર્યું અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે પ્રતિપાડીત કર્યું.
ગીરની કોડીનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન બે દિવસ બાદ 16-ફેબ્રુઆરીએ યોજાવાનું છે. સવારે સાતથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મુખ્યત્વે બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યા છે. જોકે ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા છે. તો કેટલાક કોંગ્રેસી ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરી દીધો છે. ભાજપ માટે આ ચૂંટણી જીતવાનો રસ્તો સરળ બની ગયો છે.
કોડીનાર સંવેદનશીલ ગણાય છે, આ માટે તંત્ર દ્વારા ચોક્કસ પગલાં ભરવામાં આવ્યા છે. કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ-32 બુથ છે અને 14 બિલ્ડીંગ છે. તમામ બુથ સંવેદનશીલ છે. આથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર મુક્ત, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જરૂરી આવશ્યક પગલાં ભરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. શહેરની શાંતિ ન ડહોળાય તે માટે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર અને પોલીસવડા તમામ બાબતો ઉપર દેખરેખ રાખી રહ્યા છે.
મુખ્ય રાજકીય પક્ષોને પણ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે સાકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. કલેકટર તેમજ એસ.પી.અવાર નવાર સ્થળ મુલાકાત પણ કરે છે. તેમજ માર્ગદર્શન પણ આપે છે. કોડીનારના નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે ‘નિર્ભિક બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને તમે જ નક્કી કરો કે આગામી કોડીનાર નગરપાલિકાનું સુકાન કોણ સંભાળશે..?’