September 20, 2024

સમુદ્રમાં આ સ્થળે છે જહાજોનું કબ્રસ્તાન, જ્યાં જવાના વિચાર માત્રથી થરથર કાંપે છે લોકો

Drake Passage: પૃથ્વીનો એક તૃતીયાંશ ભાગ પાણીથી ઢંકાયેલો છે. અગાઉ જ્યારે હવાઈ જહાજ નહોતા ત્યારે લોકો દરિયાઈ માર્ગે જ મુસાફરી કરતા હતા. તે સમયે આ યાત્રા પૂર્ણ થવામાં ઘણા મહિનાઓ લાગતા હતા. આ સિવાય આ યાત્રા દરમિયાન ઘણી વખત અકસ્માતો પણ થયા છે અને લોકો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શક્યા નથી. આજે અમે તેના વિશે એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે આજે અમે તમને ડ્રેક પેસેજ વિશે જણાવીશું, જે દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન અને એન્ટાર્કટિકાના દક્ષિણ શેટલેન્ડ ટાપુઓ વચ્ચે આવેલ છે. આ માર્ગ પરથી પસાર થતા જહાજોના ડૂબી જવાનું ખૂબ જ જોખમ રહે છે.

ડ્રેક પેસેજની કહાની
ડ્રેક પેસેજનું નામ સર ફ્રાન્સિસ ડ્રેકના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તે એક દરિયાઈ સંશોધક હતા જેમણે 1578માં દક્ષિણ સમુદ્રની સફર દરમિયાન તેની શોધ કરી હતી. આ માર્ગને દરિયાઈ જહાજોનું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. આ અમેરિકાનો વ્યૂહાત્મક જળમાર્ગ છે, જે એટલાન્ટિક મહાસાગરને પેસિફિક મહાસાગર સાથે જોડે છે.

ડ્રેક પેસેજ કેમ ખતરનાક છે?
ડ્રેક પેસેજ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. તે લગભગ 800 કિલોમીટરમાં ફેલાયેલ છે. તેની ઊંડાઈ વિશે વાત કરીએ તો, તે 3,400 થી 4,800 મીટર છે. આ માર્ગ પર 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. આમાં એટલાન્ટિક મહાસાગરના ખતરનાક મોજા એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોની વચ્ચેથી પસાર થાય છે, જેના કારણે આ માર્ગ જોખમી બની જાય છે. અહીંના હવામાનમાં અચાનક બદલાવ પણ ઘણો ખતરનાક સાબિત થાય છે.

આ પણ વાંચો: ઈઝરાયલ એમ્બેસીની બહાર શૂટરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, લોકોએ કરી બૂમાબૂમ ‘ભાગો ભાગો’

500 થી વધુ વહાણો ડૂબી ગયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યારથી અત્યાર સુધી આ ડ્રેક પેસેજમાં 500થી વધુ જહાજો ડૂબી ગયા છે. જેના કારણે તેને દરિયાઈ જહાજોના કબ્રસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે. નાની હોડીઓ અને ખલાસીઓ આ માર્ગ પર જતા ડરે છે, કારણ કે તેઓ તેમાં સર્વાઈવ કરી શક્તા નથી. મોટા જહાજો પણ આ માર્ગ પર જતા પહેલા સંપૂર્ણ સુરક્ષાનું ધ્યાન રાખે છે.

એવું કહેવાય છે કે પ્લેટ ટેકટોનિક્સના કારણે એન્ટાર્કટિકા દક્ષિણ અમેરિકાથી અલગ થઈ ત્યારે ડ્રેક પેસેજ ખુલ્યો હતો. પરંતુ આવું ક્યારે બન્યું તેની કોઈ માહિતી નથી તે ચર્ચાનો વિષય છે. એવું અનુમાન છે કે આ લગભગ 49 થી 17 (4 કરોડ 90 લાખ) મિલિયન વર્ષો પહેલા થયું હતું.