September 20, 2024

ભાગડાખુર્ડ ગામે મોડી રાત્રે 3 ઘર સાથે પ્રોટેક્સન વૉલ ઔરંગા નદીમાં ધસતા દોડધામ

હેરાતસિંહ રાઠોડ, વલસાડ: વલસાડના ભાગડાખુર્ડ ગામે ઓરંગા નદીમાં આવેલી પૂરના કારણે તારાજી સર્જી હતી. ત્યાં જ પાણી ઓસરતા જ ભાગડાખુર્ડ ગામે મોડી રાત્રે 3 જેટલા ઘરોના પાછળનો ભાગ સાથે પ્રોટેક્સન વૉલ ઔરંગા નદીમાં ધસતા ભાગદોડ માચી જવા પામી હતી. જોકે સમગ્ર ઘટના બાદ તારાજીનો આકાશી નજારો સામે આવ્યો છે.

ભાગડાખુર્દ ગામે ઓરંગા નદી પાર લોકોના ઘરોના પાછળ બનાવવામાં આવેલી પ્રોટેકશન વોલ ઔરંગા નદીમાં આવેલી પુરમાં ધોવાઈ ગઈ હતી. ઔરંગા નદીનું રોન્દ્ર સ્વરૂપ એટલું ભયાનક હતું અને ઘસમસ્તા પાણીની એટલી તાકાત હતી કે ગામ ખાતે આવેલ ઔરંગા નદીનો પટ ધોવાણ તો થયું સાથે સાથે પ્રોટેકશન વોલ અને ત્રણ જેટલાં ઘરો પણ નદીમાં ધસી ગયા હતા. આ ઘટના મોડી રાત્રે બનતા દોડધામ મચી ગઈ હતી. જોકે ઘટનાની જાણ ગામના સરપંચે વહીવટી તંત્રને કરતા મામલતદાર, NDRFની ટીમ અને TDO ને થતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.

જોકે વર્ષોથી ભાગડાખુર્દ ગામ ચોમાસામાં બે થી ત્રણ વાર ઓરંગા નદીના પૂરના કારણે સંપર્ક વિહોણું થઇ જાય છે. જેથી ડર અને ભયના ઓઠા હેઠળ જીવતા લોકોની વારંવારની રજુઆત છતાં તંત્ર ન સાંભળતા રોષે ભરાયેલા ગામજનોએ અધિકારીઓનો ઘેરાવો કરી રોષ ઠાલવ્યો હતો. જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો અને ઘટનાનું નિરીક્ષણ કરી મોડી રાતે ત્રણ ઘરોમાં રહેતા તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. અને સેલ્ટર હોમમાં રાતવાસો કર્યો હતો. ત્યાં પણ લોકોને વૈકલ્પિક સુવિધા મળી ન હતી.

દર વર્ષે પૂરમાં ભાગડાખુર્દ ગામ વલસાડ શહેરથી સંપર્ક વિહોણું થઇ જાય છે પૂર આવે એટલે લોકોમાં ભયનું વાતાવરણ બની જાય છે ત્યારે પૂરથી બચવાં ગામમાં વૈકલ્પિલ વ્યવસ્થાની માંગ ઉઠી છે પરંતુ નેતાઓ મત લેવામાં મશગુલ અને તંત્રના અધિકારીઓ એસી ઓફિસમાં મશગુલ જેથી ગામનું અસ્તિત્વ જોખમાંયું છે ત્યારે ગામ લોકો આ ગામને બચાવવા ગુહાર લગાવી રહ્યા છે.