September 18, 2024

વતન આવશે વડાપ્રધાન, એકતા પરેડમાં ભાગલેવા PM મોદી કરશે ગુજરાત પ્રવાસે

અમદાવાદ: વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં યુક્રેનની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે માહિતી મળી રહી છે કે યુક્રેન મુલાકાત બાદ વડાપ્રધાન મોદી વતનની મુલાકાત કરી શકે છે.

મળતી માહિતી મુજબ, PM નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી શકે છે. પીએમ મોદી ઓકટોબર મહિનાના અંતમાં ગુજરાતનો પ્રવાસ કરી શકે છે. PM મોદી કેવડીયા કોલોની ખાતે એકતા પરેડમાં હાજરી આપે તેવું જાણવા મળી રહ્યું છે. આગામી 30 અને 31 ઓગસ્ટમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવી રહયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ગઈકાલે ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા કેવડીયા ખાતે સુરક્ષાને લઈ બેઠકો યોજી હતી. ગૃહ સચિવ અજય ભલ્લાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે એકતા નગરનું નિરીક્ષણ કર્યું હતું.