October 5, 2024

Women’s T20 World Cup 2024નું શેડ્યૂલ જાહેર, જાણો ભારત-પાક. વચ્ચે ક્યારે રમાશે મેચ

ICC Women’s T20 World Cup 2024 Schedule: ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024ના સુધારેલા શેડ્યૂલની જાહેરાત કરી છે. વિમેન્સ ટી20 વર્લ્ડ કપ-2024 શરૂઆતમાં બાંગ્લાદેશમાં આયોજિત થવાનો હતો, પરંતુ ત્યાંની ખરાબ પરિસ્થિતિને જોતા, તેને સંયુક્ત આરબ અમીરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટની મેચો શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ અને દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થશે અને પહેલી મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે.

આ દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે
જો ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મેચ રમાશે. આ વખતે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં કુલ 23 મેચ રમાશે. આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી ચાલશે. આ વખતે સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.

ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવી છે
આ વખતે ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા છે. જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ગ્રૂપમાં ટોચની બે ટીમો જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમી ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. જ્યારે ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.