PM મોદીના જન્મદિન નિમિત્તે સુરતમાં થયું ‘નમો ચિત્રોત્સવ’નું આયોજન
અમિત રૂપાપરા, સુરત: સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા નમો ચિત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્રોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલા 125 કરતાં વધારે ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. ચિત્રોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા નમો ચિત્રોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્રોત્સવ અંતર્ગત વિશેષ ચિત્ર પ્રદર્શનની યોજવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 125 થી વધારે આકર્ષક ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે નમો ચિત્રોત્સવનું ઉદ્ઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ચિત્રોત્સવ 22 તારીખ સુધી સુરતની જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઘણા નેતાઓના આપણે જન્મદિવસ જોયા છે. નેતાઓના જન્મદિવસમાં મોટા હાર જોયા હશે, મોટી પાર્ટીઓ જોઈ હશે પરંતુ હાલના પ્રધાનમંત્રી એક એવા નેતા છે જેમને જન્મદિવસની પ્રત્યેક નાગરિક તેમજ તમામ વર્ગના લોકો ઉજવણી કરે છે. ઝારખંડમાં કાર્યક્રમ બાદ ગુજરાત સોમનાથ દાદાના દર્શન તેમને કર્યા અને ત્યારબાદ મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત ફરિયા છતાં પણ વહેલી સવારથી તેઓ ફરીથી કામે લાગી ગયા. અમદાવાદમાં ગયા અને મેટ્રોના કામ કરનારા યુવકો સાથે તેમને ચર્ચા કરી.
ત્યારબાદ, અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં 3,000થી વધારે લોકોને તેમના ઘરોની ચાવી અર્પણ કરી. શું આવા પ્રધાનમંત્રી જ્યારે તમે જોયા છે કે તેમના ચહેરા પર કોઈ દિવસ થાક દેખાતો જ નથી. ક્યારેય તમે એવા નેતાનો વિચાર કર્યો હતો કે આઝાદી બાદ કોઈ નેતા તમને છત વાળા મકાન આપીને તેમના જન્મદિવસની ઉજવણી કરશે. તેઓ સવારે પાંચ વાગ્યે જાગે છે અને દંડો લઈને દેશના વિકાસ માટે કામ કરે છે. આવા કામ કરનાર નેતાનો આજે જન્મદિવસ છે અને તેમની સાથે જોડાયેલા કામોનું આજે ચિત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટથી નીકળેલો 125 ભક્તોનો માં અંબાનો સંઘ આજે અંબાજી પહોંચ્યો
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ ચિત્રો છે તે આંખોથી નહીં મનથી લગાડીને જોજો. દેશના પ્રત્યેક વર્ગના લોકો માટે તેમની યોજના બનાવી છે અને કંઈક ના કલ્યાણ થાય તે માટે કલાકો સુધી મહેનત કરી છે આજે સુરત શહેર અને ગુજરાતના લોકો વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવું છું.