September 18, 2024

PM મોદી પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા

PM Modi Meets Para Athletets: પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓએ પીએમ મોદીને મળ્યા હતા. આ સાથે ખેલાડીઓએ વડાપ્રધાન મોદીએ તેમની સંબંધિત વસ્તુઓ જેવી કે ટી-શર્ટ, શૂઝ અને તીર ભેટમાં આપ્યા હતા.

વસ્તુઓ ભેટમાં આપી
પીએમ મોદી પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને મળ્યા હતા. આ દરમિયાન ભારતીય વડાપ્રધાને ખેલાડીઓ સાથે વાત કરી હતી. પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓએ વડાપ્રધાન મોદીને ટી-શર્ટ, શૂઝ અને તીર જેવી વસ્તુઓ ભેટમાં આપી હતી. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. આ મેગા ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ રેકોર્ડ 29 મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ તેનો જ રેકોર્ડ તોડ્યો હતો. તમને જણાવી દઈએ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ જીત્યા હતા.

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે ઈતિહાસ રચ્યો
તમને જણાવી દઈએ કે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. આ વખતે 7 ગોલ્ડ અને 9 સિલ્વર મેડલ અને 13 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. આ પહેલા જ્યારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત 24માં સ્થાને હતું. જેમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ જીત્યા હતા. જ્યારે આ વખતે તે મેડલ ટેલિમાં 18માં સ્થાને છે.