News 360
March 22, 2025
Breaking News

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કઈ કઈ મેચ રમાશે?

IPL 2025: આઈપીએલને આડે હવે 2 દિવસની વાર છે. ત્યારે ક્રિકેટ ચાહકો માટે જાણે ઉત્સવનો દિવસ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી મેચ રમાશે તે ચોક્કસ તમને સવાલ થતો હશે. આવો જાણીએ આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી મેચ રમાશે.

આ પણ વાંચો: Champions Trophy 2025માં એક પણ મેચ રમ્યા વિના આ 3 ખેલાડીઓ બન્યા કરોડપતિ

IPL 2025માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમદાવાદમાં રમાનારી મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ
25 માર્ચના દિવસે ગુજરાત ટાઇટન્સ vs પંજાબ કિંગ્સની સાંજે 7:30 મેચ રમાશે. 29 માર્ચના દિવસે ગુજરાત ટાઇટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7:30 મુકાબલો થશે. 9 એપ્રિલનાગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે મુકાબલો થશે. 19 એપ્રિલના ગુજરાત ટાઇટન્સ vs દિલ્હી કેપિટલ્સ બપોરે 3:30 મેચ રમાશે. 2 મે ગુજરાત ટાઇટન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગ્યે મેચ રમાશે. 14 મેના રોજગુજરાત ટાઇટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ સાંજે 7:30 વચ્ચે મુકાબલો. 18 મેના રોજ ગુજરાત ટાઇટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ બપોરે 3:30 વચ્ચે મેચ રમાશે.