દિગ્ગજ બોક્સર અને હેવીવેટ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનનું નિધન

George Foreman Passes Away: બોક્સિંગ દિગ્ગજ અને બે વખતના હેવીવેઇટ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેન 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના પરિવાર તરફથી આ વિશે માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: KKR vs RCB: ટોસનો સમય બદલાઈ શકે છે, જાણો શું છે કારણ?

ફોરમેને 19 વર્ષની ઉંમરે મોટી સફળતા મેળવી હતી
19 વર્ષની ઉંમરે તેણે બોક્સિંગની દુનિયામાં પ્રવેશ મેળવ્યો હતો. 1974માં ‘રમ્બલ ઇન ધ જંગલ’માં જ્યોર્જ ફોરમેનનો મહાન બોક્સર મુહમ્મદ અલી સાથે મુકાબલો થયો હતો. મુહમ્મદ અલી સામેની હાર બાદ, તે ઘણી મેચોમાં દેખાયો નહીં. ત્યારબાદ તેમણે 28 વર્ષની ઉંમરે રમતમાંથી નિવૃત્તિ લીધી હતી. જ્યોર્જ ફોરમેનના પરિવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું – અમારા દિલ તૂટી ગયા છે.