September 20, 2024

હવામાન વિભાગની નવી આગાહી, અતિભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ભારે વરસાદની વકી છે. નર્મદા, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઈંચ

તેઓ જણાવે છે કે, સિઝનમાં અત્યાર સુધીનો 19% વધુ વરસાદ નોંધાયો છે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.