September 18, 2024

IPL 2025: શું પંતની કેપ્ટનશિપ જોખમમાં છે?

Delhi Capitals IPL 2025: પંતે અત્યાર સુધી આઈપીએલમાં ઘણી વખત જોરદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ અકસ્માતને કારણે પંત IPL 2023માં રમી શક્યો ના હતો. આ પછી ફરી 2024માં તેણે વાપસી કરી હતી. તેણે પોતાના સાબિત કરવાનો પુરો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું ના હતું. દિલ્હીએ ગત સિઝનમાં 14 મેચ રમી હતી અને 7માં જીત પ્રાપ્ત કરી હતી. હવે ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે, જો મીડિયા રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે માનીએ તો પંતને સુકાનીપદેથી દૂર કરવામાં આવી શકે છે.

ખેલાડીઓની રીલીઝ યાદી જાહેર
મેગા ઓક્શન પહેલા દિલ્હીની ટીમમાં સૌથી મોટો ફેરફાર કોચિંગ સ્ટાફમાં કરવામાં આવ્યો છે. હવે ખેલાડીઓનો વારો આવી શકે છે. ટીમ મેગા ઓક્શન પહેલા ખેલાડીઓની રીલીઝ યાદી જાહેર કરશે. આમાં ઘણા મોટા ખેલાડીઓના નામ પણ સામેલ થઈ શકે છે અને ઘણા ખેલાડીઓને ટીમમાંથી દૂર કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ટીમ પાસે જાળવી રાખવા માટે ઓછા વિકલ્પો છે.

આ પણ વાંચો: PM મોદી પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા

કેપ્ટન્સી છીનવાઈ શકે છે
જ્યારે પંત દિલ્હી કેપિટલ્સમાં જોડાયો હતો ત્યારે તેનું પહેલી સિઝનમાં કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. તેનું વર્ષ 2018માં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પંતે 2018માં 14 મેચમાં 684 રન બનાવ્યા હતા. ટીમે તેને IPL 2021માં કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ આ વખતે તેની પાસેથી કમાન છીનવી લેવામાં આવી શકે છે. આઈપીએલ 2024માં ટીમ માલિકો તેના પ્રદર્શનથી ખુશ જોવા મળ્યા ના હતી. જોકે આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.