September 19, 2024

તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી… નાયડુએ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી – સુબ્બા રેડ્ડી

 Chandrababu Naidu: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. સીએમ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે અગાઉની સરકારમાં તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હતો. તેમના આ આરોપ બાદ રાજ્યમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધતા સીએમ નાયડુએ કહ્યું કે વાયએસઆરસીપી સરકારે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ઘટકોનો ઉપયોગ કર્યો હતો. શુદ્ધ ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ થતો હતો. હવે શુદ્ધ ઘીનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે, YSRCએ નાયડુના આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો.

નાયડુએ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી – સુબ્બા રેડ્ડી
YSRCPના વરિષ્ઠ નેતા અને TTDના ભૂતપૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ નાયડુના આરોપોને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા છે. રેડ્ડીએ કહ્યું કે ટીડીપી સુપ્રીમો રાજકીય લાભ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને નુકસાન પહોંચાડીને મોટું પાપ કર્યું છે.

તેમણે કહ્યું કે તેમણે તિરુપતિ મંદિરના પ્રસાદ પર ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી છે. માનવ તરીકે જન્મેલ કોઈ પણ વ્યક્તિ આવી ટીપ્પણીઓ કે આક્ષેપો નહીં કરે. તેમના આરોપથી સાબિત થયું કે ચંદ્રબાબુ રાજકીય લાભ માટે કંઈ પણ કરી શકે છે.

આ પણ વાંચો: કેટલો ખતરનાક છે નિપાહ વાયરસ? 13 લોકોના રિપોર્ટ નેગેટિવ

YSRCP ભક્તોની ભાવનાઓને માન આપી શક્યું નથી
આંધ્ર પ્રદેશના આઈટી મંત્રી નારા લોકેશે આ મામલે જગન મોહન રેડ્ડી પ્રશાસન પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આઘાત લાગ્યો છે કે વાયએસ જગન મોહન રેડ્ડી પ્રશાસને તિરુપતિ પ્રસાદમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો.

લોકેશે આરોપ લગાવ્યો કે YSRCP કરોડો ભક્તોની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરી શકી નથી. તિરુપતિના વેંકટેશ્વર મંદિરમાં તિરુપતિ લાડુ ચઢાવવામાં આવે છે. મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવે છે.