સિલ્વર જીત્યા બાદ નીરજ ચોપરાના ઘરે ઉજવણી, માતાએ કહી આ વાત
2028 summer olympics: પેરિસ ઓલિમ્પિક્સનો 13મો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. જેમાં હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો જ્યારે ભાલા ફેંક એથ્લેટ નીરજ ચોપરા સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો, જોકે દરેક ભારતીયને આશા હતી કે નીરજ ગોલ્ડ મેડલ લાવશે. પરંતુ એવું થયું નહીં. જોકે નીરજ સિલ્વર લાવ્યો તેની ખુશી પણ ભારતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને હરિયાણામાં તેના ઘરે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેના માતા-પિતાનું નિવેદન પણ સામે આવ્યું છે.
ચાંદી આપણા માટે સોના સમાન છે
પુત્રના સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાની માતાએ એક નિવેદનમાં માહિતી આપતા જણાવ્યું કે અમે બધા ખૂબ જ ખુશ છીએ જેમાં અમારા માટે સિલ્વર પણ સોનાથી ઓછું નથી. તે ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ અમે તેના પ્રદર્શનથી ઘણા ખુશ છીએ. બીજી તરફ નીરજ ચોપરાના પિતા સતીશ કુમારે પુત્રના સિલ્વર મેડલ જીતવા પર કહ્યું કે દરેકનો કોઈને કોઈ દિવસ હોય છે, આજે પાકિસ્તાની એથ્લેટનો દિવસ હતો પરંતુ અમે પણ સિલ્વર મેડલ જીતીને ખુશ છીએ અને આ બધા માટે ગર્વની ક્ષણ છે.
આ પણ વાંચો: મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લિકર કૌભાંડ કેસમાં જામીન
નિરજ ચોપરાની પ્રથમ પ્રતિક્રિયા
નિરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યા બાદ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે જ્યારે પણ તે થ્રો માટે દોડવાનું શરૂ કરે છે ત્યારે તેનું 60 થી 70 ટકા ધ્યાન ઈજા પર હોય છે. આજે મેડલ ઈવેન્ટમાં મારી રેસ સારી ન હતી અને સ્પીડ પણ થોડી ધીમી હતી. આ સમસ્યા સાથે સંઘર્ષ કરતી વખતે મારે જે કંઈ કરવું પડ્યું તે બધું જ કર્યું છે. મારી પાસે સર્જરી કરાવવાનો સમય નહોતો તેથી હું મારી જાતને સતત દબાણ કરતો હતો.