September 20, 2024

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 2.5 ઇંચ

ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેરગામમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય રાજ્યના 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 162 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.

ડાંગ – આહવામાં 2 ઈંચ, વઘઈમાં 2 ઈંચ વરસાદ, વાસંદામાં પોણા 2 ઈંચ, વલસાડમાં પોણા 2 ઈંચ, કપડવંજમાં પોણા 2 ઈંચ વરસાદ, વાલીયા અને નડિયાદમાં સવા 1 ઈંચ વરસાદ ધરમપુર, ડેડિયાપાડા, સુબિર, શહેરા, કપરાડામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ
સાબરકાંઠામાં વિજયનગર અને હિંમતનગર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. તલોદ, પ્રાંતિજ, ઈડર તાલુકામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે બાલેટા, પીપોલોટી, દઢવાવ, કોડીયાંવાડા ગામોમાં વરસાદ પણ વરસાદી માહોલ છવાયો છે. આ ઉપરાંત બળવંતપુરા, કાંકરોલ, હડિયોલ, વકતાપુર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. તેને કારણે મગફળી, કપાસ, ચણા સહિતના પાકોને ફાયદો થશે. વરસાદને પગલે પાકોને જીવનદાન મળતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.