November 23, 2024

ભારત રત્નથી સન્માનિત લોકોને કઈ સુવિધાઓ મળે છે?

Lal Krishna Advani: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીએ પોતે એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. પરંતુ શુ તમને ખબર છે કે ભારત રત્નથી સન્માનિત લોકોને કઈ સુવિધાઓ મળે છે? ભારત રત્ન એ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન રાષ્ટ્ર સેવા માટે અપાઈ છે. જેમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રમાં દેશ માટે અસાધારણ યોગદાન આપનાર લોકોને આ સન્માન આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 1954માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી.

ભારત રત્નથી સન્માનિત લોકોને કઈ સુવિધાઓ મળે છે?
ભારત રત્ન મેળવનાર વ્યક્તિને મેડલ સાથે પ્રમાણપત્ર આપવામાં આવે છે. જોકે આ સન્માનમાં કોઈ રકમ અપાતી નથી.ભારત રત્ન મેળવનારાઓને ટેક્સ ભરવામાંથી મુક્તિ અપાઈ છે. સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમોમાં વિશેષ અતિથિ તરીકે પણ ભાગ લઈ શકે છે. આ સાથે જ તેમને તેમને એરોપ્લેન, ટ્રેન અને બસમાં મફત મુસાફરી ભથ્થું મળે છે. વધુમાં માનનીય વ્યક્તિઓ સંસદની બેઠકો અને સત્રોમાં ભાગ લઈ શકે છે. જ્યારે તેઓ કોઈપણ રાજ્યની મુલાકાત લે છે, ત્યારે તેમને રાજ્ય અતિથિનો દરજ્જો આપવામાં આવે છે. ભારત સરકાર તેમને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. આ એક પ્રકારનો પ્રોટોકોલ છે. જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન અને બંનેમાં વિપક્ષના નેતા પછી સન્માનિત વ્યક્તિને સ્થાન મળે છે.

આ પણ વાચો: મોદી સરકારની જાહેરાત, લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન

આ ફેરફારો થયા
1954માં આ સન્માન માત્ર જીવિત લોકોને જ આપવામાં આવતું હતું, પરંતુ વર્ષ 1955માં બદલાવ કરવામાં આવ્યો હતો અને મરણોત્તર લોકોને ભારત રત્ન આપવાની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2011 સુધી, આ સન્માન માત્ર કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવામાં કામ કરતા લોકોને જ આપવામાં આવતું હતું, પરંતુ ડિસેમ્બર 2011માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેના પછી ભારત રત્ન કોઈ ખાસ ક્ષેત્ર સુધી મર્યાદિત નથી.

આ પણ વાચો: આનંદીબેનના ભાષણમાં લાગ્યા “રાજ્યપાલ પાછા જાઓ…” ના નારા