March 23, 2025

IND vs AUS: પર્થ ટેસ્ટ મેચમાં આ દિવસે કેપ્ટન રોહિત શર્મા જોડાશે

IND vs AUS: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થ સ્ટેડિયમમાં રમાવાની છે. બુમરાહ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે. આ દરમિયાન રોહિતને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.

રોહિત શર્મા પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની છેલ્લી ચાર મેચમાં રોહિત કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. કારણે એક માહિતી પ્રમાણે તે થોડા જ દિવસમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થવાનો છે. એક રિપોર્ટ પ્રમાણે રોહિત પર્થ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે એટલે કે 24 નવેમ્બરે ટીમ સાથે જોડાઈ શકે છે. રોહિતે જાણ કરી દીધી છે કે તે 24 નવેમ્બરે ટીમ સાથે જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા રોહિતે એક જ વખત ટીમની કમાન સંભાળી છે. જેમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો, અમેરિકામાં ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
પંત, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા.