December 10, 2024

અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો, અમેરિકામાં ગૌતમ અદાણી પર ગંભીર આક્ષેપ

Stock Market Live Updates: શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી લગભગ 200 પોઈન્ટના 23,300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 76,800ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. આજના દિવસે બેંકિંગ અને ઓટો શેર્સમાં મોટો ઘટાડો થયો છે. અદાણી પોર્ટ્સના શેરમાં ઘટાડાની સાથે આજે આઈટી શેરમાં તેજી જોવા મળી હતી.

ગૌતમ અદાણી પર ન્યૂયોર્કમાં આરોપ
અદાણી અને અન્ય સાત લોકો પર યુએસમાં અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીનો આરોપ છે. આ કેસની સુનાવણી અમેરિકન કોર્ટમાં થઈ હતી. અદાણી અને અન્ય સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ માહિતી મળતાની સાથે અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આરોપ એવો લગાવવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપે સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી હતી.

આ પણ વાંચો: હવાઈ ​​મુસાફરોએ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો, 17મી નવેમ્બરે 5 લાખથી વધુ મુસાફરોએ ઉડાન ભરી

સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ઘટાડો
સેન્સેક્સ આજે લગભગ 700 પોઈન્ટ તૂટ્યો. તે જ સમયે નિફ્ટીએ પણ 200થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે. બજાર ખુલ્યાના અડધા કલાક બાદ સેન્સેક્સ 743.66 પોઈન્ટ ઘટીને 76,834.72 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 243.30 પોઈન્ટ ઘટીને રૂપિયા 23,275.20 પર હતો.