October 7, 2024

Maharashtra: પોલીસ કચેરીમાં જ BJP નેતાએ ગોળી મારી દીધી

મહારાષ્ટ્ર: શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ઘાયલ કરવા બદલ ભાજપના ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આપેલી માહિતી અનુસાર બંને નેતાઓ વચ્ચે કેટલાય દિવસોથી મતભેદો જોવા મળી રહ્યા હતા. આ બાદ બંને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પર ગયા હતા. જ્યાં મારામારી બાદ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેના સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો.

ભાજપના ધારાસભ્યની ધરપકડ
શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ઘાયલ કરવા બદલ ભાજપના ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ બન્ને વચ્ચે કેટલાય દિવસોથી મતભેદો જોવા મળી રહ્યા હતા. જમીનના વિવાદ અંગે ઘણા સમયથી બબાલ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના શુક્રવારે રાત્રે ઉલ્હાસનગરના હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં બની હતી. એક મીડિયાએ આપેલી માહિતી અનુસાર મહેશ ગાયકવાડ અને તેમના એક સમર્થકને પાંચ ગોળીઓ વાગી હતી.

આ પણ વાચો: Jharkhand: ચંપાઈ સોરેને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

પોલીસે કેસ નોંધ્યો
સૂત્રોનું માનીએ તો બંને પક્ષો વચ્ચે ગોળીબારની ઘટના બની છે. જોકે, DCP સુધાકરે કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે કંઈ જણાવ્યું ન હતું. આ ઘટના રાત્રે 10.30 કલાકે બની હતી. સૂત્રોએ જણાવ્યું કે આ ફાયરિંગમાં શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ ઘાયલ થયા છે અને તેમને થાણે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધ્યો છે. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી. આ ક્રમમાં ગણેશ ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેના સાગરિતો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાચો: કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ્ પીએમ મોદીને મળ્યા

ચકચાર મચી ગયો
બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળી ચલાવવામાં આવી ત્યાર બાદ ચકચાર મચી ગયો છે. જે ધારાસભ્યને લાખો લોકોના કલ્યાણ માટે કામ કરવાની જરૂર છે તે નેતાઓ અંદર અંદર ગોળી મારી રહ્યા છે. બે પક્ષોના નેતાઓ લડી રહ્યા છે અને એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કલ્યાણ પૂર્વ વિધાનસભાની ઉમેદવારી બાબતે ગયા વર્ષથી બંને ગાયકવાડ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. બંને એકબીજાને નિશાન બનાવવાની કોઈ તક છોડતા નથી.