February 8, 2025

સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત, કહ્યું આવતીકાલે બીજેપીનો ભવ્ય વિજય થશે

Swarupji Thakor: વાવ બેઠકના બીજેપીના સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. NewsCapital સાથેની વાતમાં સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે લોકોને ખબર છે કે બીજેપીની સરકાર છે એટલે બીજેપીને જ મત અપાય.

આ પણ વાંચો: યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

માવજી પટેલના આક્ષેપ પર સ્વરૂપજી ઠાકોર બોલ્યા
NewsCapital સાથેની વાતમાં સ્વરૂપજી ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માવજી પટેલના આક્ષેપ પર સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે મારે માવજીભાઈને કોઈ જવાબ આપવો નથી. આવતીકાલે બીજેપીનો ભવ્ય વિજય થશે. મોટી લીડથી જીતવાનો છું, આવતીકાલે વિજય સરઘસ કાઢીશું.

નિર્ણાયક ભૂમિકા ભજવશે
વાવ વિધાનસભામાં 3.10 લાખ જેટલા મતદાતાઓ છે જેમાં 77,694 જેટલા ઠાકોર મતદાતાઓ ,47,107 જેટલા પટેલ-ચૌધરી મતદાતાઓ,25,995 રબારી મતદાતાઓ,39,260 જેટલા અનુસૂચિત જાતિના મતદાતાઓ તેમજ19,640 જેટલા રાજપૂત મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે…30 ટકા મતદારો ઠાકોર સમાજના છે જ્યારે 17% ચૌધરી પટેલ સમાજના છે 12% દલિત સમાજના છે નવ ટકા બ્રાહ્મણ સમાજના છે અને 9 ટકા રબારી સમાજના છે.