March 19, 2025

યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

Shree Shamlaji Vishnu Temple: યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઠંડીની મોસમને પગલે મંદિર રાત્રે અડધો કલાક વહેલું બંધ કરવામાં આવશે. મંદિર રાત્રે 8.30 ને બદલે 8 વાગે બંધ કરી દેવામાં આવશે. આવતીકાલથી આ સમયમાં ફેરફાર કરવામાં આવશે.

આ પણ વાંચો: લાડી ફિલિપાઈન્સની સાયબો અંકલેશ્વરનો, બંનેની સોશિયલ મીડિયાએ બનાદી જોડી

અખબારી યાદી જાહેર કરાઈ
આવતીકાલથી યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવશે. મંદિર દર્શનના સવાર થી સાંજ સુધીના સમય રાબેતા મુજબ રહેશે. ભક્તોની જાણ માટે ટ્રસ્ટ દ્વારા અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. શામળાજી મંદિરના દર્શન કરવા ભક્તો દરેક સિઝનમાં આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.