March 17, 2025

વડોદરાના રક્ષિતકાંડમાં ‘Another Round’ના રહસ્ય પરથી પડદો હટ્યો, નિકિતાના નામ પર હજુ રહસ્ય અકબંધ

Vadodara Raxitkand: વડોદરા શહેરમાં થયેલા રક્ષિતકાંડ હવે નેશનલ લેવલે પહોંચી ગયો છે. આ બાબતે બોલિવુડ હસ્તીઓએ પણ નિવેદન આપ્યા છે. આરોપી રક્ષિત હાલ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ તપાસમાં રક્ષિત સહકાર આપી રહ્યો નથી. આ વચ્ચે રક્ષિત ચૌરસિયાના કેસનું એક રહસ્ય ખૂલી ગયુ છે. આ રહસ્ય અનધર રાઉન્ડનું છે. જોકે મહત્વની વાત એ છે કે નિકિતા કોણ છે તે રહસ્ય પરથી હજી પડદો ઉંચકાયો નથી. આવો જાણીએ અનધર રાઉન્ડ શું ખુલ્યું રહસ્ય.

આ પણ વાંચો: વસ્ત્રાલમાં અસામાજિક તત્વના આતંક મુદ્દે ઈમરાન ઈમરાન ખેડાવાલાએ આપ્યું નિવેદન

અનધર રાઉન્ડ શું છે?
પોલીસે સતત આ કેસની તપાસ કરી રહી છે. જેમાં પોલીસે રક્ષિતના ઘરની તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે રક્ષિતના ઘરમાં Another Round લખેલી એક ફ્રેમ મળી આવી છે. આ પછી ખબર પડી કે Another Round ડેનિશ ભાષાની એક જાણીતી ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની વાત કરવામાં આવે તો ફિલ્માં 4 મિત્રો હોય છે.ફિલ્મના મુખ્ય પાત્રો માનતા હોય છે કે શરીરમાં નાનકડું આલ્કોહોલ લેવલ જાળવવાથી માણસ વધુ આત્મવિશ્વાસી અને સર્જનાત્મક બની શકે. પોલીસનું સમગ્ર મામલે માનવું છે કે રક્ષિત આ ફિલ્મથી ઘણો પ્રભાવિત હતો. જેના કારણે તેણે તેના ઘરમાં પણ Another Round’ નામની ફોટોફ્રેમ લગાવી છે. આ ફોટોફ્રેમ દર્શાવે છે કે તે આ વિચારધારા સાથે સંકળાયેલો છે.જોકે એ વાતનો ખુલાસો થયો નથી કે તેણે અકસ્માત થતા આ શબ્દનો જ ઉપયોગ કેમ કર્યો અને આ નિકિતા કોણ છે.