જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. તેની પાસેથી એક AK-47 અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં આતંકવાદીઓ હાજર છે, ત્યારબાદ આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જાચલદારામાં ક્રુમહુરા ગામ સુરક્ષા દળોથી ઘેરાયેલું હતું. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયો છે અને તેની પાસેથી AK-47 અને દારૂગોળો મળી આવ્યો છે. બાકીના આતંકવાદીઓની પણ શોધખોળ ચાલી રહી છે.

આ પહેલાં19 જાન્યુઆરીએ સોપોરમાં થઈ હતી અથડામણ

19 જાન્યુઆરીએ સોપોર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઘેરી લીધા હતા. જોકે, બંને આતંકવાદીઓ ભાગી જવામાં સફળ રહ્યા. પોલીસે કહ્યું હતું કે ઇનપુટના આધારે, સુરક્ષા દળો સોપોરના જાલોર ગુર્જરપતિમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ સમય દરમિયાન, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું અને લાંબા સમય સુધી ચાલુ રહ્યું અને આતંકવાદીઓ સુરક્ષા દળોને ચકમો આપીને ભાગી ગયા.

આ પણ વાંચો: દ્વારકામાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, હિન્દુઓ સાથે લગ્ન કરવાનું હતું કાવતરું