હવે લુખ્ખાગીરીકરી તો ગયા કામથી! 1170થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર

Ahmedabad Crime: અમદાવાદ પોલીસે રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી છે. શહેર પોલીસે 1170 આરોપીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. પોલીસ કમિશનર જી.એસ મલિક ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા અને પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા બેઠકમાં એકશન પ્લાન ઘડાશે.
આ પણ વાંચો: વડોદરાના રક્ષિતકાંડમાં ‘Another Round’ના રહસ્ય પરથી પડદો હટ્યો, નિકિતાના નામ પર હજુ રહસ્ય અકબંધ
પોલીસે લોકોનો ડર કર્યો દૂર
હોળીના દિવસે અસામાજિક તત્વોએ તલવાર, ડંડા અને છરીઓ સાથે આતંક મચાવ્યો હતો. આ અસામાજિક તત્વોએ રસ્તા પરથી પસાર થતા લોકોને રોકી વાહનોમાં તોડફોડ કરીને અને રસ્તે નિકળતા લોકોને માર માર્યા હતા. આ મામલે પોલીસે 4 ઓરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીઓની અસામાજિક તત્વોની જાહેરમાં ધોલાઇ કરી હતી. અસામાજિક તત્વોએ એવો ખોફ ફેલાવ્યો હતો કે જેના કારણે લોકોમાં ડર જોવા મળ્યો હતો. લોકોમાં ડર એટલો જોવા મળ્યો કે આરોપીઓ વિશે કોઈ બોલવા તૈયાર ના હતું. પોલીસે લોકોનો ડર દૂર કરવા આરોપીઓને ભારે માર પણ માર્યો હતો.