મહેસાણામાં પશુ ચોરીની ઘટનાઓથી પશુપાલકો ત્રસ્ત, કોંગ્રેસે પશુપાલકો માટે વળતરની માગ કરી

મહેસાણા: મહેસાણામાં પશુ ચોરીની ઘટનાઓથી પશુપાલકો ત્રસ્ત બની ગયા છે. એક સાથે ચાર કે પાંચ પશુઓની ચોરી થઈ રહી છે. વારંવાર પશુ ચોરીથી પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર પશુ ચોરીના બનાવોના પગલે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે.

મહેસાણા જિલ્લા કોંગ્રેસે પશુપાલકો માટે વળતરની માગ કરી છે. પશુ ચોરી મુદ્દે વિસનગર પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. પશુ ચોર ના પકડાય અને પશુઓ પાછા ના મળે તો વળતરની માગ કરાઈ છે.