IPL 2025 પહેલા BCCIએ બધા કેપ્ટનોની બોલાવી બેઠક, જાણો કારણ

IPL 2025: IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ પહેલા બધી ટીમના કેપ્ટનોની જાહેરાત કરી દેવામાં આવી છે. પહેલી મેચ RCB અને KKR વચ્ચે રમાશે. જોકે આઈપીએલ શરુ થાય તે પહેલા તમામ 10 કેપ્ટનોને મુંબઈ બોલાવ્યા છે. ઘણા બધા મુદ્દા પર બીસીસીઆઈ બધા કેપ્ટનો સાથે ચર્ચા કરવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: IPL 2025ની ઓપનિંગ સેરેમની થશે શાનદાર, આ કલાકારો મચાવશે ધૂમ
BCCIએ IPL 2025 પહેલા બેઠક બોલાવી
20 માર્ચના BCCIએ IPL 2025 ના તમામ 10 કેપ્ટનોની બેઠક બોલાવી છે. જેમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીના મેનેજરોને પણ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એક માહિતી પ્રમાણે આ બેઠક 1 કલાક સુધી ચાલશે. બધી ટીમના કેપ્ટનોને નવા નિયમો વિશે જાણ કરવામાં આવશે. આ બેઠક અંદાજે 4 કલાક સુધી ચાલી શકે છે. આ બેઠકનું સમાપન બધા કેપ્ટનોના પરંપરાગત ફોટો શૂટ સાથે થશે.