October 8, 2024

વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડી નાંખશે સૂર્યકુમાર

Suryakumar Yadav Record: T20 ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે. આ પછી પણ તેની બેટિંગ સ્ટાઈલમાં જરાય ફેરફાર જોવા મળ્યો નથી. સૂર્યકુમાર યાદવે ભલે ગ્વાલિયરમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો ના હોય. સૂર્યકુમાર યાદવ એક રેકોર્ડમાં વિરાટ કોહલીની ખૂબ નજીક આવી ગયો છે. હવે સવાલ એ છે કે શું સૂર્યા દિલ્હી T20 મેચમાં બીજી મોટી ઇનિંગ રમી શકશે.

સૂર્યકુમાર યાદવ આટલા રન પૂરા કરવાની
T20 ઈન્ટરનેશનલમાં 2500 રન પૂરા કરવાની નજીક છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 72 T20 આંતરરાષ્ટ્રીય મેચોની 69 ઇનિંગ્સમાં 2461 રન બનાવ્યા છે. 2500 રન પૂરા કરવા માટે અહીંથી માત્ર 39 રનની જરૂર છે. વિરાટ કોહલીની વાત કરીએ તો જો કે તેણે T20 ઈન્ટરનેશનલમાં ચાર હજારથી વધુ રન બનાવ્યા છે, પરંતુ જ્યારે તેણે આ ફોર્મેટમાં 2500 રન પૂરા કર્યા ત્યારે તેણે 73 મેચ રમી હતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

વિરાટ કોહલી સાથે મેચ કરવાની તક
સૂર્યકુમાર યાદવ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં વધુ 39 રન બનાવે છે તો મેચ રમીને 2500 રન બનાવી શકે છે. વિરાટ કોહલી પહેલા પણ ઘણા ખેલાડીઓ આ ફોર્મેટમાં 2500 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા આવ્યા હતા. ફરી એકવાર દિલ્હીના ચાહકો સૂર્યા પાસેથી તોફાની ઇનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા છે.