December 5, 2024

IPL 2025માં આ ટીમના ખેલાડીઓને કેપ્ટનમાંથી હટાવી દેવાશે?

IPL 2025 Teams Captain Change: IPL 2025માં ઘણી ટીમમાં ફેરફાર થઈ શકે છે. IPL પહેલા એક મેગા ઓક્શન થશે. આ પહેલા અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. હવે ટીમના કેપ્ટનમાં પણ બદલાવ જોવા મળી શકે છે. આવો જાણીએ IPL 2025માં આ ટીમના કેપ્ટન બદલાઈ શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ
કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલ 2024નો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. આમ છતાં તેની પાસેથી ટીમની કમાન છીનવી લેવાની વાત કરવામાં આવી રહી છે. ઘણા મીડિયામાં એવી ચર્ચા થઈ રહી છે કે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપની ઓફર કરવામાં આવી છે.

પંજાબ કિંગ્સ
શિખર ધવન IPL 2024માં પંજાબ કિંગ્સની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. જોકે ધવને થોડા દિવસ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. જેના કારણે એ વાત નક્કી છે કે પંજાબની ટીમને ચોક્કસ નવા કેપ્ટન મળશે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

લખનૌ સુપર જાયન્ટ્સ
KL રાહુલે IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણએ રાહુલને આગામી સિઝનમાં કેપ્ટન પદેથી હટાવી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. જોકે સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી.

ગુજરાત ટાઇટન્સ 
IPL 2024માં ગુજરાત ટાઇટન્સની કમાન શુભમન ગિલે સંભાળી હતી. આ પહેલા હાર્દિકને ગુજરાતની ટીમની કમાન સોંપવામાં આવી હતી. શુભમન ગિલને લગભગ આ વખતે ગુજરાતની ટીમની કમાન સંભાળવા આપવામાં આવશે નહીં.