News 360
March 23, 2025
Breaking News

સુરતમાં ગેરકાયદેસર બાંધકામ બુટલેગરો સામે તવાઈ, ઘર પર બુલડોઝર ફેરવ્યાં

સુરતઃ ગુજરાતના DGPએ તમામ જિલ્લા પોલીસ વડાને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે, તેમના વિસ્તારમાં રહેતા અમાસાજિક તત્વોની યાદી બનાવી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ત્યારે સુરત જિલ્લા પોલીસ કમિશનરે આદેશ પ્રમાણે યાદી બનાવીને કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના લસકાનાના કઠોદરા વિસ્તારમાં બુટલેગરના ગેરકાયદેસરના ઘરનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બુટલેગર અતુલ પરમાર અને રાહુલ રાઠોડના ગેરકાયદેસર ઘરના બાંધકામનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.

અતુલ પરમાર પર પ્રોહિબિશનના 11 ગુના દાખલ છે, જ્યારે રાહુલ રાઠોડ પર પ્રોહિબિશનના 4 ગુના દાખલ છે. ડીજીના આદેશ બાદ પોલીસ એકબાદ એક ડિમોલેશન કરી રહી છે. પહેલા રાહુલના એપાર્ટમેન્ટ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમીર માંડવા, સજ્જુ કોઠારી, આરિફ મીંડીના ગેરકાયદેસર બાંધકામ ડિમોલેશન કરવામાં આવ્યા હતા. માથાભારે અલ્તાફ પટેલના ઘરે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું હતું.