ન્યૂ મેક્સિકોમાં રસ્તા પર સ્ટંટબાજી… ભીડ પર તાબડતોડ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત

America: અમેરિકાના ન્યુ મેક્સિકોના લાસ ક્રુસેસ શહેરના એક પાર્કમાં ગોળીબારની ઘટના બની છે. લાસ ક્રુસેસના એક પાર્કમાં મોડી રાત્રે થયેલી ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને 14 અન્ય ઘાયલ થયા છે. આ ઘટના શહેરના સંગીત અને મનોરંજન સ્થળ યંગ પાર્કમાં બની હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાએ દાવો કર્યો હતો કે શનિવારે પણ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર હતા. લાસ ક્રુસેસ પોલીસે યંગ પાર્કમાં રાત્રે સામૂહિક ગોળીબારની પુષ્ટિ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમને રાત્રે 10 વાગ્યાની આસપાસ ગોળીબારની માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમને 850 એસ. વોલનટ સ્ટ્રીટના પાર્કિંગ લોટ પાસે ઘણા પીડિતો મળ્યા. પીડિતોને સ્થાનિક હોસ્પિટલો અને એલ પાસોના યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે સામાન્ય લોકોને આ ઘટના અંગેના વીડિયો શેર કરવા અપીલ કરી છે.
🚨BREAKING: MULTIPLE PEOPLE SHOT IN LAS CRUCES NEW MEXICO AT YOUNG PARK.
THESE LITTLE STREET TAKEOVER BURNOUT COMPETITIONS COMBINED WITH IQS BELOW 65 WILL RESULT IN THIS. pic.twitter.com/mMJt1mb55G
— Chaos Alerts (@ChaosAlertsOnX) March 22, 2025
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક પાર્કમાં હાજર ભીડ વચ્ચે વાદળી રંગની લક્ઝરી કાર દેખાય છે. આ પછી કાર ચાલક સ્ટંટ કરતી વખતે પાર્કમાં એક રાઉન્ડ લે છે. આ સ્ટંટ જોઈને ત્યાં હાજર લોકો ડરી જાય છે, આ દરમિયાન અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ જાય છે. અચાનક થયેલી આ ગોળીબારની ઘટનાને કારણે પાર્કમાં નાસભાગ મચી ગઈ છે અને લોકો ગોળીબારથી બચવા માટે દોડતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ઈઝરાયલનો ગાઝામાં મોટો હવાઈ હુમલો, હમાસ નેતા અલ-બરદાવીલનું મોત
આ ગોળીબારની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને લાસ ક્રુસેસની 3 સ્થાનિક હોસ્પિટલો અને એલ પાસોના યુનિવર્સિટી મેડિકલ સેન્ટર (ટ્રોમા સેન્ટર) માં દાખલ કરવામાં આવ્યા છે. મેમોરિયલ મેડિકલ સેન્ટરના પ્રવક્તા એન્ડ્રુ કમિન્સે જણાવ્યું હતું કે છ ઘાયલ લોકો અહીં પહોંચ્યા હતા. જેમાથી પાંચને એલ પાસો રિફર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે લાસ ક્રુસેસ શહેર ચિહુઆહુઆન રણના કિનારે અને રિયો ગ્રાન્ડે નદીની નજીક આવેલું છે. તે યુએસ-મેક્સિકો સરહદથી લગભગ 66 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે.