હરિયાણા: બહાદુરગઢમાં AC કોમ્પ્રેસર ફાટવાથી ઘરમાં જોરદાર વિસ્ફોટ, એક જ પરિવારના 4 સભ્યોના મોત

Bahadurgarh AC Blast: હરિયાણાના બહાદુરગઢમાં એક મકાનમાં AC કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. તમામ મૃતકો એક જ પરિવારના હતા. આ વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર
મળતી માહિતી મુજબ, બહાદુરગઢ શહેરના સેક્ટર-9 પોલીસ સ્ટેશન નજીક એક ઘરમાં એસી કોમ્પ્રેસર ફાટવાથી થયેલા વિસ્ફોટમાં 3 બાળકો અને એક મહિલાનું દુઃખદ મોત થયું હતું, જ્યારે એક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો.

ઘરમાં આગ લાગી
કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં AC કોમ્પ્રેસર ફાટ્યું હતું, જેના કારણે બ્લાસ્ટ થયો હતો અને ઘરમાં આગ લાગી હતી. આગમાં ત્રણ બાળકો અને એક મહિલાના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો.