રાજકોટની વિદ્યાર્થિનીઓનાં પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી, મોરબી ઝૂલતા પુલ પર કામ કર્યું
ડેનિસ દવે, મોરબીઃ ગતવર્ષે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ખાબક્યો હતો. તેમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હતી. અંદાજે 34 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે આ દુર્ઘટનાને ધ્યાને લઈને રાજકોટની ધોરણ 9ની વિદ્યાર્થિનીએ એક એવો પ્રોજેક્ટ બનાવ્યો છે કે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મળ્યો છે.
રાજકોટ શહેરની ધોળકિયા સ્કૂલના વિજ્ઞાનમેળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 9મા અભ્યાસ કરતી સોજિત્રા ધ્વનિ અને ખૂંટ સાક્ષીએ ઝૂલતા પુલની સેફટી માટે સેફટી મોનિટરિંગ સિસ્ટમનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. 30 ઓક્ટોબર, 2022ના ગોઝારા દિવસે 125 વર્ષથી પણ વધુ જૂનો મોરબીનો ઝૂલતો પુલ અકસ્માતે તૂટી પડ્યો હતો અને નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘટનાથી દ્રવિત થવાની સાથે જ આ સમસ્યાના ઉકેલ માટે પ્રેરિત થયેલા ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિકો સોજિત્રા ધ્વનિ અને ખૂંટ સાક્ષીએ આ પૂલ તૂટી પડવાના કારણો જાણી તેની સલામતી માટેના સાધનો ગોઠવ્યા હતા. જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને.
આ પણ વાંચોઃ ડાયમંડ બુર્સ કમિટીનું મોટું આયોજન, 400થી 500 ઓફિસ શરૂ થશે
આ બાળ વૈજ્ઞાનિકોએ ઝૂલતા પુલનું પ્રોટોટાઈપ મોડલ તૈયાર કરી પ્રાયોગિક રીતે તેની સાથે વેઈટ બેલેન્સ તેમજ ડિજિટલ કાઉન્ટર સર્કિટ ગોઠવી હતી.જ્યારે કોઈપણ વ્યક્તિ બ્રિજ પર દાખલ થશે ત્યારે શાળા કક્ષાના 4 વિધાર્થીઓને વ્યક્તિની સંખ્યા તેમજ વજનની નોંધ થશે. તેમજ બ્રિજ ઉપર સંશોધનક્ષેત્રે ‘રિસર્ચ પેટન્ટ’ મળી રહેલા લોકોના કુલ વજનની અને કુલ સંખ્યાની પણ ગણતરી થશે અને બ્રિજની ક્ષમતા કરતાં વજન વધશે અથવા માણસોની સંખ્યા વધશે ત્યારે તરત જ બ્રિજના ગેટ પાસે રહેલું બેરીકેડ બંધ થશે તેમજ એલર્ટ મેસેજ સ્વરૂપે સાયરન વાગશે. આ સાથે બ્રિજનું મેન્ટેનન્સ કરનારા ઓથોરિટીને મોબાઈલ મેસેજ મળશે. પરિણામે પુલ તૂટવાથી થતી જાનહાનિ તેમજ પ્રોપર્ટીને થતું નુકસાન અટકાવી શકાય.
શાળા દ્વારા આ પ્રોજેક્ટ INSEF NATIONAL FAIR-2024માં રજૂ કરવામાં આવ્યો અને નિર્ણાયકો તેમજ વૈજ્ઞાનિકો દ્વારા ઝીણવટપૂર્વકની ચકાસણી બાદ તે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળામાં રજૂ કરવા પસંદ થયો છે. ભારત દેશ વતી આંતરરાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાનમેળામાં રજૂ થવા પસંદગી પામતાંની સાથે જ શાળાના શિક્ષકો, કોલેજના અને યુનિવર્સિટીના પ્રોફેસરો, વૈજ્ઞાનિકો અને સાયન્સ એક્સપર્ટ ટીમને આ પ્રોજેકટને વધુ સાયન્ટિફિક બનાવવા માટે ચેલેન્જ મળી છે.
આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, ભાવ ઓલટાઇમ હાઈ
ધોળકિયા સ્કૂલના બાળ વૈજ્ઞાનિકો ધ્વનિ અને સાક્ષીએ જરૂરી લોજિકલ વિગતો સાથે પોતાના પ્રોજેક્ટની સચોટ રજૂઆત કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમના દ્વારા તૈયાર થયેલો આ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં જે ‘હેંગિંગ બ્રિજ’ એટલે કે કેબલ બ્રિજ છે તેની સેફટી માટે અને રિયલ ટાઈમ ડેટા કલેક્શન તેમજ સેફટી પ્રિકોશન માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. વિવિધ ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને વિવિધ ક્ષેત્રના એક્સપર્ટના માર્ગદર્શન અનુસાર આ પ્રોટોટાઈપ મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું અને આ મોડલ દરેક બીજની પ્રતિકૃતિ બની રહેશે.
આ મોડેલની વિશેષતા એ પણ છે કે, હાલમાં જે સસ્પેન્શન બ્રિજ અસ્તિત્વ ધરાવે છે, તે બ્રિજ સાથે પણ આ સિસ્ટમને સરળતાથી ઓછા ખર્ચે જોડી શકાય છે. તેમજ તેનું મેન્ટેનન્સ કરવા માટે યોગ્ય સમયે તેનો રિયલ ટાઈમ ડેટા પૂરો પાડી શકાય છે. તેથી ભવિષ્યમાં આ ટેકનોલોજી દરેક પ્રકારના સસ્પેન્શન બ્રિજની સેફટી અને મેન્ટેનન્સ માટે ઉપયોગી બની રહેશે.
આ પુલ ઉપર 50 કિલોનું વજન સરળતાથી સહન કરી શકે તેવી ક્ષમતાનું મોડેલ તૈયાર કર્યા બાદ ‘સેફટી મોનિટરિંગ સિસ્ટમ’ તેની સાથે જોડવામાં આવી અને બીજ પર પાંચ કિલોની ક્ષમતાએ વોર્નિંગ એલાર્મ સેટ કરવામાં આવ્યું. આ માટે તેની સાથે ચાર LOAD CELL (વજન સંવેદનશીલ કોષ) લગાવવામાં આવ્યા તેમજ બીજના બંને ગેટ પાસે IR સેન્સર લગાવવામાં આવ્યા તથા બ્રિજની નીચેના ભાગે વાઈબ્રેશન સેન્સર લગાવવામાં આવ્યું છે. આ તમામ સેન્સર્સને પ્રોગ્રામેબલ સર્કિટ સાથે લગાવી પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે.
INSEF NATIONAL FAIR – 2024માંથી શ્રેષ્ઠ પ્રોજકેટ તરીકે પસંદગી પામ્યા બાદ સમગ્ર આફ્રિકાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સાયન્સ ફેર માટે ધોળકિયા સ્કૂલના બાળ વૈજ્ઞાનિકો સોજિત્રા ધ્વની અને ખૂંટ સાક્ષી પસંદગી પામી ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે રાજકોટનું નામ સમગ્ર દેશમાં ગૂંજતું કર્યું છે.