વિધાનસભામાં કલાકારોની અવગણનાને લઈને ખજૂરભાઈનું નિવેદન

Vikram Thakor: વિધાનસભામાં કલાકારોની અવગણનાને લઈને હવે ખજૂરભાઈએ નિવેદન આપ્યું છે. વિક્રમ ઠાકોર સારા કલાકાર છે એમની વાત વ્યાજબી છે. ખજૂરભાઈને પણ આમંત્રણ ન મળ્યું હતું. જેને લઈને તેમણે કહ્યું કે કલાકારો પ્રેમથી રહે પ્રેમ ભાવ જાળવે. ખજૂરભાઈએ આડકતરી રીતે વિક્રમ ઠાકોરના વલણની તરફેણ કરી હતી. જ્યારે આ વિશે સવાલ ખજૂરભાઈને કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સવાલ અઘરો છે મને તેલ વેચવા દો.
આ પણ વાંચો: વડોદરાના રક્ષિતકાંડમાં ‘Another Round’ના રહસ્ય પરથી પડદો હટ્યો, નિકિતાના નામ પર હજુ રહસ્ય અકબંધ
વિક્રમ ઠાકોરે શું કહ્યું હતું?
વિક્રમ ઠાકોરે આ મામલે કહ્યુ હતુ કે, ‘મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માગું છું સરકારને કે આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે. હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા છો.’