PM મોદી ટ્રુથ સોશિયલમાં જોડાયા, જાણો શા માટે તેમણે ટ્રમ્પને પોસ્ટમાં લખ્યું- થેંક્યુ માય ફ્રેન્ડ

PM Modi on Truth Social: PM નરેન્દ્ર મોદી આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલમાં જોડાયા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ સાથે જોડાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો તેમનો ખાસ ફોટો શેર કર્યો હતો. ભારતીય PM અને અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચેના ખાસ બોન્ડને આ ફોટો દ્વારા સમજી શકાય છે.

ટ્રુથ સોશિયલ એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ટ્રમ્પ સમગ્ર વિશ્વને સંદેશા પહોંચાડવા માટે ટ્રુથ સોશિયલનો ઉપયોગ કરે છે. પીએમ મોદીએ ટ્રુથ સોશિયલ પર પોતાની પહેલી પોસ્ટ કરી અને લખ્યું, ‘હું ટ્રુથ સોશિયલમાં જોડાઈને ખૂબ જ ખુશ છું, હું અહીંના તમામ વિશ્વ નેતાઓ સાથે વાત કરવા અને આવનારા સમયમાં સાર્થક વાતચીત કરવા માટે ઉત્સુક છું.’

ટ્રમ્પ સાથે આ જૂની તસવીર શેર કરી
પીએમ મોદીએ 22 સપ્ટેમ્બર, 2019ના રોજ ટેક્સાસના હ્યુસ્ટનમાં NRG સ્ટેડિયમમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ટ્રમ્પનો હાથ પકડેલી તસવીર પણ પોસ્ટ કરી હતી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2022 માં ટ્રુથ સોશિયલ એપ લોન્ચ કરી હતી. 2021માં કેપિટોલ હિલ રમખાણો બાદ ટ્રમ્પને ફેસબુક અને ટ્વિટર પર પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

લેક્સ ફ્રિડમેન સાથે પીએમ મોદીનો પોડકાસ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ એપ પર શેર કરવામાં આવ્યો હતો. આના થોડા સમય બાદ પીએમ મોદી ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ સાથે જોડાયા હતા. ટ્રુથ સોશિયલમાં આવતાની સાથે જ પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને પણ ફોલો કર્યા.