November 23, 2024

Vadodara Rain: પોલીસની ભારે વરસાદ વચ્ચે પણ સરાહનીય કામગીરી

અંકિત ઘોનસીકર, વડોદરા: વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના મોટાભાગમાંમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં છે. ત્યારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના પોલીસ ખડેપગે સ્થાનિકો મદદે આવ્યાં છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે. ભારે વરસાદની સ્થિતિ જોતા ગોરવા પોલીસ મથકના PI લોકોની વ્હારે આવ્યા છે. PI કિરીટ લાઠિયા નાના ભૂલકાઓને પોલીસ કારમાં બેસાડીને સુરક્ષિત ઘરે પહોંચાડી ફરજ નિભાવી હતી. આ સાથે ગોરવા પોલીસ મથકના સ્ટાફ પણ હાજ રહ્યો હતો.

આ સાથે શહેરના મકરપુરા વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ હવેલી ચાર રસ્તાથી મકરપુરા ડેપો તરફ જતા રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. મકરપુરા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા રાહદારીઓ તેમજ સ્થાનિકો પરેશાન થયા છે. ભારે વરસાદને કારણે SSG હોસ્પિટલમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે. સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસ આગળ જ વૃક્ષ ધરાશાયી થયું છે. ત્યારે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.