November 23, 2024

ઉત્તર અને પૂર્વ ભારતમાં કોલ્ડ-ડે અને સિવિયર કોલ્ડ-ડેને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું !

હાલ દેશમાં કડકડતી ઠંડી સાથે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીને પગલે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ભારતીય હવામાન વિભાગ દરરોજ એક બુલેટિન બહાર પાડે છે અને જણાવે છે કે કયા રાજ્યમાં કોલ્ડ ડે જાહેર કરવામાં આવ્યો છે અને કયા રાજ્યમાં સિવિયર કોલ્ડ-ડેનો દિવસ છે. પરંતુ ઘણા લોકો આ બંને વચ્ચેનો તફાવત નથી જાણતા. જો તમે પણ તેમાંથી એક છો તો કોઈ વાંધો નહીં, આ સમાચાર વાંચ્યા પછી તમે પણ સરળતાથી આ બંને વચ્ચેનો તફાવત પારખી શકશો.

આ પણ વાંચો : કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પાંચ સ્ક્રીનિંગ કમિટીની રચના કરી, આ નેતાઓને કમાન સોંપાઈ

પહેલા જાણી લો કે કોલ્ડ-ડે શું છે ? 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અથવા ઓછું રહે અને મહત્તમ તાપમાન સિઝનના સામાન્ય તાપમાન કરતાં 4.5 થી 6.4 ડિગ્રી ઓછું હોય ત્યારે કોલ્ડ-ડે તરીકે ગણવામાં આવે છે.

સિવિયર કોલ્ડ-ડે શું છે ?

જો મહત્તમ તાપમાન સામાન્ય કરતા 6.5 ડિગ્રી ઓછું હોય, તો તેને સિવિયર કોલ્ડ-ડેનો દિવસ જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે.

ઉત્તર ભારતમાં કોલ્ડ-ડે

છેલ્લા 15 દિવસથી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના ઉત્તર મધ્ય પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગ બંને સંજોગોમાં અલગ-અલગ એડવાઈઝરી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડી હજુ પણ વધવાની શક્યતાઓ છે.