May 19, 2024

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પાંચ સ્ક્રીનિંગ કમિટીની રચના કરી, આ નેતાઓને કમાન સોંપાઈ

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનને હરાવવા માટે કોંગ્રેસે પણ કમર કસી છે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ ખાસ તૈયારીઓ શરૂ કરી છે. પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે પાંચ સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ સમિતિઓની રચના કરી છે, જે દેશભરમાં જે-તે બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી કરશે.

આ પણ વાંચો : કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પાંચ સ્ક્રીનિંગ કમિટીની રચના કરી, આ નેતાઓને કમાન સોંપાઈ

કોંગ્રેસે પાંચ જૂથોમાં કમિટીની વહેંચણી કરી 
એપ્રિલમાં અપેક્ષિત લોકસભા ચૂંટણી પહેલા, કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી અને રાજકીય વ્યૂહરચના માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાંચ જૂથોમાં વિભાજિત કર્યા છે. શુક્રવારે (5 જાન્યુઆરી) પાર્ટીના નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દરેક જૂથ માટે અલગ-અલગ સ્ક્રીનિંગ સમિતિઓની રચના કરી છે.

હરીશ ચૌધરીને દક્ષિણ ભારતના રાજ્યોની કમાન સોંપવામાં આવી 
પ્રથમ જૂથમાં તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. આ સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ તરીકે હરીશ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે જીગ્નેશ મેવાણી અને વિશ્વજીત કદમને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નેતાઓ અહીં ઉમેદવારોની પસંદગી કરશે.

મધુસૂદન મિસ્ત્રી આ રાજ્યોની કમાન સંભાળશે
કોંગ્રેસે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે બીજી સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે. મધુસૂદન મિસ્ત્રીને સમિતિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૂરજ હેગડે અને શફી પારંબિલ તેના સભ્યો છે.

હિન્દી પટ્ટાના ઉમેદવારો કોણ નક્કી કરશે ?
ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી માટે ત્રીજી સ્ક્રીનીંગ કમિટીની રચના કરવામાં આવી છે. રજની પાટીલને સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કૃષ્ણા અલ્લાવુરુ અને પરગટ સિંહ તેના સભ્યો છે. ભક્ત ચરણ દાસને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના જૂથ માટે ચોથી સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં નીરજ ડાંગી અને યશોમતી ઠાકુરને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નેતાઓ અહીં ઉમેદવારોની પસંદગી કરશે તે સ્વાભાવિક છે.

બિહાર-ઝારખંડ-બંગાળ માટે આ નેતાને જવાબદારી સોંપાઈ
પંજાબના પક્ષના નેતા રાણા કેપી સિંહને બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમના જૂથ માટે પાંચમી અને છેલ્લી સ્ક્રીનિંગ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જયવર્ધન સિંહ અને ઈવાન ડિસોઝાને સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉલીખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે “I.N.D.I.A” ગઠબંધન બનાવવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. જો કે, તેમાં સામેલ 26 પક્ષોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકની વહેંચણી અંગે હજુ સુધી કોઈ સહમતિ સધાઈ નથી, જેના કારણે આ પક્ષોના નેતાઓ વચ્ચે પણ વિવાદો સર્જાઇ રહ્યા છે.